Search This Blog

Wednesday, August 11, 2010

એક દિન હતો, એક પળ હતી, - કરસનદાસ માણેક

એક દિન હતો, એક પળ હતી,
એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે
ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં
દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં
આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !

તે દિન ગયો, તે પળ ગઈ,
તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ,
તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું,
જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું :
બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !

- કરસનદાસ માણેક

No comments:

Post a Comment